આયોજન:હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ દેશ-દુનિયા માટે મોડેલ બનશે : રાજ્યપાલ

હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદમાં રાજ્યપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને સીધા સંબોધન માટે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ શનિવારે યોજાયો હતો. ત્યારે હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ સમગ્ર દેશ-દુનિયા માટે મોડલ બનશે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું.

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને વળવા માટે આહવાન કરતા જણાવ્યું હતું કે અહીંના ખેડૂતો પણ પ્રકૃતિના સંવર્ધનમાં પ્રાકૃતિક ખેતીને અપનાવી દરેક ખેડૂત ઉન્નત બને તેવી સરકારની નેમને પણ સાર્થક કરે તે જરૂરી છે. જેમ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસ મોડલ બન્યું છે તેમ હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ સમગ્ર દેશ-દુનિયા માટે મોડલ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવતો થાય તે માટે અભિયાનની શરૂઆત કરી છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કલેક્ટર જે.બી. પટેલે કર્યું હતું. આભારવિધિ આત્મા– મોરબીના પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.ડી.વાદીએ કરી હતી. રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, હળવદ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...