મોરબી એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળતા હળવદના ઈશ્વરનગરની સીમમાં વાડીમાં દરોડો પાડીને 9 શખ્સને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, તેમની પાસેથી રોકડ, મોબાઇલ સહિત 2.22 લાખનો મુદામાલ કબજે લીધો હતો.
મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે ઈશ્વરનગરની બોરીયું તરીકે ઓળખાતી સીમમાં ચંદ્રકાંત દેવજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે, દરોડો પાડી ત્યાં જુગાર રમાડતા ચંદ્રકાંતભાઈ અઘારા, ધર્મેન્દ્રભાઈ માકાસણા, હસમુખભાઈ ગણેસીયા, ભરતગીરી ગોસાઈ, અરવિંદભાઈ અઘારા, રૂપેશ કલોલા, શાંતિલાલ હુલાણી, ચમ બાવરવા, ચંદુલાલ કાલરીયાને રોકડ રૂા. 2,00,200, મોબાઈલ નંગ-9 કિંમત રૂા.22000 કુલ મુદામાલ રૂા.2,22,200 સાથે ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.