તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રાજીપો:હળવદ માર્કેટ યાર્ડ ખાતે નવા કપાસની હરાજી શરૂ

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ યાર્ડ ખાતે નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે. આજે બે ખેડૂતો આ સિઝનનો નવો કપાસ લઈને વેચાણ અર્થે આવ્યા હતા અને ધાવડી કૃપા પેઢીમાં રમેશભાઈ શિવાભાઈ ગામ - કૃષ્ણનગર,કોંઢના કપાસના મુર્હુતના ભાવ પ્રતિ મણના ૬૫૧૧.૦૦ અને દેવદૂત ટ્રેડિંગ પેઢીમાં ખેડૂત રાજેશભાઇ, ગામ - વાંકીયાના કપાસના મુર્હુતના ભાવ ૬૧૦૦.૦૦ રૂપિયા હરાજીમાં બોલાયો હતો.

હરાજીમાં ખેડૂતોનો મુર્હુતનો કપાસ લેવા હરીફાઈ જામી અને છેલ્લે પંચનાથ ટ્રેડિંગના માલિક માવજીભાઈ વાઘજીભાઇ સંઘાણીએ આ બંને ખેડૂતનો કપાસ ખરીદ્યો હતો. વેપારીઓ અને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ‌યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ અને સ્ટાફે ભારે ‌જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...