નોટિસ ફટકારી:હળવદની શ્રીજી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરવા પાલિકાની નોટિસ

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીયુ પરમીશન, ફાયર એનઓસી વગર ચાલતી હોવાથી નોટિસ ફટકારી: ચીફ ઓફિસર

હળવદની શ્રીજી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બીયુ પરમીશન અને ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી પાલિકા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી 3 દિવસમાં ઉપયોગ બંધ કરી દેવા તાકીદ કરાઇ. જો તેમ નહીં કરાય તો 3 દિવસમાં બિલ્ડિંગ સીલ કરાશેની ચીમકી અપાઇ.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકાર અન્ય લાગુ પડતા નિયમો જોગવાઈઓ મુજબ મંજૂર કરેલ વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ કર્યું હતું. જેમાં ફાયર એનઓસી તથા બાંધકામ ભોગવટા સર્ટિફિકેટ બીયુ પરમિશન મેળવ્યા સિવાય ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારી હતી. જેમાં બાંધકામ ભોગવટા સર્ટિફિકેટ બીયુ પરમીશન અને ફાયર એનઓસી મેળવેલ હોય તો તેના આધાર પુરાવા દિવસ-૩ માં અત્રેની કચેરીને રજૂ કરવા જણાવાયું છે. અન્યથા બાંધકામ વિકાસ પરવાનગી, બીયુ પરમિશન અંગેની અને ફાયર એનઓસી મેળવવા અંગે ગુજરાત હાઇકોર્ટ રિપિટિશનના ઓરલ ઓર્ડરથી ડાયરેક્શન અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ હેઠળના નિયમો-2018 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2016 અને નેશનલ બિલ્ડિંગ કોડ-2016ને ધ્યાને લઇ સરકારની પર્વતમાન જોગવાઈ મુજબ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ બાંધકામ કે ફાયર એનઓસી વગરની બિલ્ડિંગનો વપરાશ આગામી 3 દિવસોમાં બંધ કરી દેવો જો તેમ કરવામાં નહીં આવે તો હોસ્પિટલ‌ સીલ કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...