તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:હળવદની શ્રીજી હોસ્પિટલને સીલ કરવા પાલિકાની નોટિસ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીયુ પરમિશન, ફાયર NOC વિના ચાલતી હોય નોટિસ આપી: ચીફ ઓફિસર

હળવદની શ્રીજી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બીયુ પરમીશન અને ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી પાલિકા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી 3 દિવસમાં ઉપયોગ બંધ કરી દેવા તાકીદ કરાઇ. જો તેમ નહીં કરાય તો 3 દિવસમાં બિલ્ડિંગ સીલ કરાશેની ચિમકી અપાઇ. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકાર અન્ય લાગુ પડતા નિયમો જોગવાઈઓ મુજબ મંજુર કરેલ વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ કર્યુ હતુ.

જેમાં ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ બી.યુ. પરમીશન મેળવ્યા સિવાય ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટીસ ફટકારી હતી. જેમાં બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ બી.યુ. પરમીશન અને ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા દિવસ-૩ માં અત્રેની કચેરીને રજુ કરવા જણાવાયું છે.

અન્યથા બાંધકામ વિકાસ પરવાનગી, બી.યુ.પરમીશન અંગેની અને ફાયર એન.ઓ.સી. મેળવવા અંગે ગુજરાત હાઇકોર્ટ રીપીટીશનના ઓરલ ઓર્ડરથી ડાયરેક્શન અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ હેઠળના નિયમો-2018 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2016 અને નેશનલ બિલ્ડીંગ કોડ-2016ને ધ્યાને લઇ સરકારની પર્વતમાન જોગવાઈ મુજબ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ બાંધકામ કે ફાયર એનઓસી વગરની બિલ્ડીંગનો વપરાશ આગામી 3 દિવસોમાં બંધ કરી દેવો જો તેમ કરવામાં નહીં આવે તો હોસ્પિટલ‌ સીલ કરવા ની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...