ચીફ ઓફિસરનો નિર્ણય:હળવદમાં નગર પાલિકાનો કર્મચારી અંતે સસ્પેન્ડ કરાયો, પાણીની જવાબદારી ન સ્વીકારતાં હુકમ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા વિકરાળ બનતા અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાનું નગરપાલિકા દ્વારા નક્કી કરાયું હતું. આથી રોજમદાર કર્મચારીને વિધિવત ફરજ સોંપવા છતાં કર્મચારી દ્વારા સતાવાર હુકમનો અનાદર કર્યો હતો. આથી ચીફ ઓફિસર દ્વારા આકરું પગલું લઈ કર્મચારીને તાત્કાલિક અસરથી છૂટા કરવા આદેશ કરાયો હતો.

હળવદ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળી અને કમિટી દ્વારા આવા વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ રોજમદાર કર્મચારીએ તેમ કરવાની ના પાડતા છૂટ્ટા કરાયા હતા. સીઓ પાંચાભાઇ માળીએ જણાવ્યું કે રોજમદાર કર્મચારી ગૌરાંગભાઈ રાવલને પાણી વિતરણની જવાબદારી સોંપી હતી. ગૌરાંગભાઈ દ્વારા ચીફ ઓફિસરના આદેશની અવગણના કરી ફરજ અંગેનો ઓર્ડર લેવાની ના પાડી હતી. આ કર્મચારી પોતે નોકરી કરવા ન માગતા હોવાનું પણ સ્પષ્ટ પણે જણાવી દેતા નગરપાલિકાના ચીફ ઓફિસરે રોજમદાર કર્મચારી તરીકે છૂટા કરવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...