જમીન ખુલ્લી કરાવાઇ:હળવદમાં દબાણો પર પાલિકાનું બુલડોઝર

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ શહેરમાં રોડ પર દશામાના મંદિર પાસે ઘણા સમયથી અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું પાલિકાના ધ્યાને આવતા પોલીસ તંત્રને સાથે રાખી પાલિકા તંત્ર, મામલતદાર સાથે રહી આ ત્રણ દુકાનના બાંધકામ, ગેરકાયદેસર દબાણને દૂર કરાયું હતું અને જમીન ખુલ્લી કરાવાઇ હતી.

શહેરમાં, હાઈવે ઉપર લોકો સરકારી જમીનને પોતાની જમીન સમજીને લાખો કરોડો રૂપિયાની જમીન પર બાંધકામ ખડકી દીધું છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા બાંધકામ કરનારા શખ્સોને નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ નહીં હટાવાતાં પાલિકાએ લાલઆંખ કરી હતી અને દબાણો ખુલ્લા કરાવાયા હતા.

શહેરમાં આવેલા દશામાના મંદિરની સામે સરકારી જગ્યા ઉપર દુકાનો અને પતરાના વાડા બનાવી દબાણ કરવામાં આવતા આ અંગેની રજૂઆત પાલિકા તંત્રમાં આવતા પોલીસને સાથે રાખી આ ગેરકાયદેસર દબાણ ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું. વધુમાં, પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગેરકાયદેસર દબાણ કરનાર, મંજૂરી વગર બાંધકામ કરનાર દુકાનો, મકાનો સહિતના માલિકોને નોટિસ ફટકારાશે.