તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હળવદ પાસેથી રેતીના ત્રણ ડમ્પર સાથે 45 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બ્રાહ્મણી નદીની સફેદ રેતીનો ચાલે છે કાળો કારોબાર ધમધોકાર

હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીમાંથી સફેદ રેતીનો કાળો કાળો ઘણા સમયથી ચાલી રહયો છે ત્યારે પ્રાંત અધિકારી અને હળવદ પોલીસ દ્વારા ૩ ડમ્પર રોયલ્ટી વિનાના રેતી ભરેલા ગેરકાયદેસર ઝડપીને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાના તાલુકાની બ્રાહ્મણી નદી માં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે તંત્રને સંતાકૂકડી રમાડીને ભૂમાફિયાઓ રાતોરાત માલામાલ બની ને તગડી રકમ કમાય છે.

થોડા દિવસ‌પહેલા ટીકર ગામે થી બ્રાહ્મણી નદી માંથી‌ ૬ હુડકાએ ઝડપી પાડીને રૂપિયા ૧૨ લાખના મુદ્દામાલ સાથે બિનવારસી હાલતમા ઝડપી પાડયા હતા, તેમ છતાં ભૂમાફિયાઓ ખનીજચોરી ખુલ્લેઆમ કરી રહ્યા છે. ત્યારે હળવદ હાઈવે પરથી પસાર થતા ડમ્પરને રોકીને પ્રાંત અધિકારી ગંગાશીગ અને હળવદ પોલિસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયાએ રોકીને તલાશી લેતા જેમાં ખાન ખનીજ વિભાગની રોયલ્ટી વિનાના ૩ ચાલકોને ઝડપી પાડીને રૂપિયા ૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદની પોલીસ સ્ટેશન લાવીને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આમ ખનીજચોરી ના દરોડા પડતા ખનીજચોરી કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો