તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:હળવદ તાલુકાના 15 ગામના 500થી વધુ ખેડૂતોએ હાઇવે ચક્કાજામ કર્યો

હળવદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાકડિયાથી વડોદરા જતી જેટકોની 765 કેવી વીજલાઇનના થાંભલા નાખવાના વળતર મામલે

કચ્છથી વડોદરા લાકડીયા જતી જેટકો કંપનીની લાઇન નાંખવા સામે યોગ્ય વળતર ન મળતું હોવાની રાવ સાથે ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે હળવદ સર્કિટ હાઉસ પાસે 15 ગામોના 500 જેટલા ખેડૂતો એકઠા થયા હતા અને ‌હાઈવે ચક્કાજામ કરતાં પોલીસ ‌દોડી આવી હતી અને પોલીસ અને ધરતીપુત્રો વચ્ચે ચકમક ઝરી હરી હતી જો બાદમાં મામલો થાઇે પડ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ જંત્રી પ્રમાણે વળતર આપવાની માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય વળતર નહીં મળે તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કચ્છ જિલ્લાના લાકડીયાથી વડોદરા જતી 765 અને 220 કેવીની જેટકો વીજકંપનીની વીજલાઈન માટે ખેડૂતોના ખેતર વાડીમાં વીજપોલ ઊભા કરી રહ્યા છે. જેમાં યોગ્ય વળતર ન મળતા રોષે ભરાયેલા હળવદ તાલુકાના 15 ગામોના 500 જેટલા ખેડૂતોએ હળવદ સર્કિટ હાઉસ પાસે રોડ ઉપર ચક્કાજામ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હાઇવે ચક્કાજામ અંગેની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી અને પોલીસે હાઈવે રોડ પર બેસેલા ખેડૂતોને હાઇવે ખુલ્લો કરવાનું કહેતા રોષે ભરાયેલા ખેડૂતો અને પોલીસે વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી.

જો કે બાદમાં પીએસઆઇએ ખેડૂતોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડતા ખેડૂતોએ રસ્તા પરથી હટી જઇ હાઇવે ખુલ્લો કર્યો હતો. ત્યારબાદ ધરતીપુત્રો હળવદ મામલતદાર કચેરીએ ધસી ગયા હતા જ્યાં લેખીત આવેદન પાઠવતા જણાવ્યું કે જમીન અમારી મુખ્ય આજીવીકાનું સાધન છે જેમાં વીજપોલ ઉભા કરતા અમારે આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવે તેમ છે આથી સરકાર દ્વારા બજારભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તેમજ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

ચો. મી. દીઠ 352 થી 364 રૂપિયા વળતર આપી ખેડૂતોનું શોષણ
અમારા ખેતરોમાં જે વીજપોલ ઉભા કરવામાં આવે છે તેમાં સરકાર દ્વારા ચોરસમીટર દીઠ ફક્ત 352 થી 364 રૂપિયા જેવું મામુલી વળતર આપીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે જંત્રી પ્રમાણે રૂપિયા 3500 થી વધુ ચોરસ મીટરના ‌ભાવ છે. હળવદ પંથકમાં એક વીઘા જમીનના ભાવ રૂપિયા 60 લાખ જેટલા છે ત્યારે અમારી કિંમતી જમીન પ્રમાણે અમને યોગ્ય વળતર મળે તેવી માંગ છે. > ભરતભાઇ, ખેડૂત

અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે
અમારી જમીન ઉપજાઉ હોવા છતાં તંત્ર દ્વારા મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતોને ઓછુ વળતર ચૂકવી અન્યાય કર્યો છે જો યોગ્ય વળતર નહીં મળે તો કોઇ પણ સંજોગોમાં વીજકંપનીને વીજપોલ ઉભા કરવા નહીં દઇએ > રઘુવીરભાઇ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો