લેન્ડ ગ્રેબિંગ:મોરબીના ખેડૂતની હળવદમાં આવેલી ખેતીની જમીન પર 5 શખ્સે કબજો કર્યો

હળવદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન ખરીદી લીધી હોવા છતા અમારા બાપ-દાદાની જમીન છે કહી કબજો
  • મોરબીના ખેડૂતે લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ નોંધાવી, ત્રણની ધરપકડ કરાઇ

મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ ખેડૂતની હળવદમાં આવેલી ખેતીની જમીન ઉપર દબાણ કરનારા મહિલા સહિતના પાંચ વ્યક્તિની સામે ખેડૂત એ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ-11 શીવ હાઇટસ બ્લોક નં-801માં રહેતા અને ખેતી કામ કરતાં ખેડૂત દિપુભા બચુભા ઝાલા એ બચુભાઇ દેવશીભાઇ ઉડેચા, રમાબેન બચુભાઇ ઉડેચા, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા, સવશીભાઇ દેવશીભાઇ ઉડેચા, વાસુભાઇ સવશીભાઇ ઉડેચા (રહે. તમામ રાણેકપર વાળા) ની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧/૦૮/૨૦૧૮થી આજદિન સુધી આરોપીઓએ તેની માલીકીની હળવદ રેવન્યુ સર્વ નં.૧૮૫૮ ની જમીન હે.આર.ચો.મી.૨-૬૪-૦૬ વાળી પર ગેર કાયદેસર કબજો કર્યો છે અને ફરીયાદીની જમીનમાં વાવતેર કરી ઉપજ મેળવીને ફરીને કોઇ હક્ક હિસ્સો પણ આપવામાં આવ્યો નથી તેમજ જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પડી છે.

જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધાવનાર આધેડ ખેડૂતની ફરિયાદના આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને તમામ પાંચેય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુનામાં હાલમાં પોલીસ દ્વારા બચુભાઇ દેવશીભાઇ ઉડેચા, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા અને સવશીભાઇ દેવશીભાઇ ઉડેચાની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...