કાર્યવાહી:હળવદમાં ખાણ ખનીજના દરોડા, રોયલ્ટી ભર્યા વિનાના 7 ડમ્પર કબજે

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે રેતી અને ડમ્પર સહિત કુલ 1.3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે, ત્યારે મોરબી ભુસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા હળવદ હાઈવે રોડ પર ગેરકાયદેસર રોયલ્ટી વિના રેતી ભરેલા ૭ ડમ્પર ઝડપી પાડી રૂપિયા એક કરોડ ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ પોલીસને હવાલે કર્યા હતા.

હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની સફેદ રેતીની જિલ્લામાં જિલ્લા બહાર ભારે માંગ છે, ત્યારે તંત્રને સંતાકૂકડી રમાડીને ભુમાફિયાઓ ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન કરે છે ત્યારે મોરબી ભુસ્તર શાસ્તીની કચેરીના એ .બી ઓઝાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર .દીક્ષિતભાઈ ભરતભાઈ .ગોપાલભાઈ. અંકુરભાઈ સહિતની ટીમે ચેકિંગ હાથ ધરતાં હળવદ હાઈવે રોડ પર ત્રણ રસ્તા અને વેગડવાવ ફાટક પાસેથી ગેરકાયેદસર રોયલ્ટી વિનાના ૭ ડમ્પર ઝડપી પાડીને ૩૦૩ ટન રેતી ગેરકાયદેસર ઝડપી પાડી હતી અને ૧ કરોડ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...