હળવદ તાલુકાના રાણેકપર રોડ પર હોસ્પિટલનો મેડિકલ ઇંજેક્શન, દવા સહિતના મેડિકલ વેસ્ટ કચરો જાહેરમાં ફેકતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જ યોગ્ય તપાસ કરે તો ખાનગી હોસ્પિટલના કચરો વેસ્ટ કચરો ફેંકનાર સામે કાર્યવાહી કરે તેવી હળવદવાસીઓની માંગ ઉઠી છે. હળવદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો દ્વારા અવાર નવાર મેડિકલ નો વેસ્ટ કચરોબાટલા ઇન્જેક્શન દવાઓ અવારનવાર બનતા હોય છે.
ત્યારે આવો જ એક બનાવ તાલુકાનાં રાણેકપર ગામના રોડ પર ગાડા બાવળના ઝાડ નીચે કોઈ ખાનગી હોસ્પિટલના માણસો દ્વારા ઈજેક્શન ખાલીબાટલા દવાઓ મેડિકલ વેસ્ટ કચરો ફેંકતા આજુબાજુના રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા ખાનગી હોસ્પિટલના ડોક્ટરો માલિકો સામે કાર્યવાહી કરાય તેવી તાલુકોવાસીઓની માંગ ઉઠી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે ત્યારે હળવદ શહેરમાં મેડિકલનો વેસ્ટ કચરો ફેકતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થાય તેમ છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.