હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રાજલનગરમાં મકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 88 બોટલ સાથે એક શખ્સ ઝડપી લેવાયો હતો.
હળવદ તાલુકાનાં પીઆઇ પી.એ દેકાવાડીયાની સૂચના મુજબ બીટ જમાદાર અરવિંદભા ઝાપડીયા, મનસુખભાઇ ચાવડા . ઉપેન્દ્રસિંહ પરમાર સહિતના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે, હાલ ચરાડવા રાજલનગરમાં સોનાભાઇ વશરામભાઇચૌહાણના મકાનમાં ભાડે રહેતા દિનેશભાઇ કાનજીભાઇ કોળી પાસે દારૂનો જથ્થો છે, જેથી કરીને તેના રહેણાંક દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૮૮ બોટલ મળી હતી,જેથી પોલીસે ૨૬૪૦૦ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં આવેલી અરવિંદભાઈની વાડીએ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા વાડી માલિક અરવિંદભાઈ, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ, જીવણભાઈ , અશોકભાઈ ઝડપાઇ ગયા હતા. જ્યારે ભુરાભાઈ દલવાડી, હસમુખભાઈ દલવાડી, જયેશભાઈ દલવાડી તથા ભરતભાઈ ઉર્ફે પંપો સહિત ચાર પોલીસને જોઇ ભાગી છૂટયા હતા.આરોપી પાસેથી રૂ. 58,700ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.