તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ:હળવદની સરકારી હોસ્પિ.માં‌ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદના સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ભીડ જમાવી હતી. ત્યારે એકબાજુ તંત્ર તમામ પ્રકારની સુવિધાઓ સાથે સજ્જ હોવાના બણગાં વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે અને ભીડના કારણે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. હળવદની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો જાગૃતતા પગલે કોરોના વેક્સિન મુકાવવા આવતા હોય છે.

તંત્ર દ્વારા વેક્સિનેસન સેન્ટર પર તમામ સુવિધાઓ સાથે સજ્જ હોવાના દાવાઓ વચ્ચે મંગળવારે હળવદની સરકારી હોસ્પિટલમાં વેક્સિન મુકાવા લોકોના ટોળા જોવા મળ્યાં હતાં. વેક્સિન મુકાવા આવેલા રાજુભાઈ, રમેશભાઈએ જણાવ્યું હતું કે 10 વાગ્યા તો પણ રસી આવી નથી. આ ભીડના કારણે કોરોના વેક્સિન સાથે કોરોના પણ ઘરે જાય તેમ છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

વધુ ડોઝ ફાળવવા રજૂઆત કરાશે
‘વર્તમાન સમયે આરોગ્ય વિભાગની ટીમ રસી કરણ ઉપર ફોકસ કરીને કામ કરી રહી છે. પહેલા લોકો રસી લેતા ન હતા. અત્યારે મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે આવે છે. પરિણામે રસી ખલાસ થઇ જાય છે. જેથી ઘણા સેન્ટરોમાં પ્રશ્ન ઉભાણ થતા હોય છે. રસના વધુ ડો ફાળવે તે માટે સરકારમાં રજૂઆત કરી છે.’ - ડૉ. ચંદ્રમણિ કુમાર પ્રસાદ, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...