કામગીરી:ટીકર ગામે જનતા રેડ, બે રેતી ભરેલા ડમ્પર પોલીસને સોંપ્યા

હળવદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફેદ રેતીના કાળા કારોબાર સામે તંત્રનું ભેદી મૌન

હળવદ તાલુકામાં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે, તેમ છતાં ખનીજ તંત્ર સરકારી તિજોરીને થતા નુકસાનને મૌન બનીને નિહાળી રહ્યું છે. ત્યારે હવે લોકોએ બીડું ઝડપી લીધું છે કે સફેદ રેતીના કાળા કારોબારનો પર્દાફાશ કરી પોલીસ અને તંત્રને સભાન બનાવે. હળવદ તાલુકાના ટીકર ગામની બ્રાહ્મણી નદીમાં રેતી ભરેલા બે ડમ્પર જનતા રેડ પાડીને લોકોએ હળવદ પોલીસને હવાલે કર્યા હતા, જ્યારે હળવદ પોલીસે બે ડમ્પર ઝડપી અને કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ બ્રાહ્મણી ડેમ ની સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે સફેદ રેતીની જિલ્લામાં ભારે માંગ છે ત્યારે તંત્રને સંતાકૂકડી રમાડીને ભૂમાફિયાઓ ખુલ્લેઆમ ખનીજચોરી કરી રહ્યા છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામની નદીમાં ઘણા સમયથી ખનન, વહન ચાલી રહ્યું છે, ત્યારે ટીકરના ગામજનો દ્વારા ટીકર ચારે‌ રસ્તા પાસેથી ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યા હતા.

પકડાયેલા બે ડમ્પરમાં 10 ટન રેતી ભરેલી હતી જે પોલીસને હવાલે કરવામાં આવી હતી. આમ ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર વિભાગ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા સત્વરે અને ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તેવી હળવદ તાલુકા વાસીઓની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...