કાર્યવાહી:હળવદમાં ફટાકડાના 15 વેપારીને લાઈસન્સ, ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી હાથ ધરી 2 દિવસમાં લાઈસન્સ મેળવી લેવા તાકીદ

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફટાકડાના વેપારી લાઈસન્સ મામલે તેમજ ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ કરી હતી. જેમાં 15 જેટલા વેપારી લાઈસન્સ અને ફાયર સેફ્ટી ન હોવાનું માલૂમ પડતાં વેપારીઓને ફટાકડાનું લાઈસન્સ અને ફાયર સેફ્ટી સેફ્ટી લાઈસન્સ 2 દિવસમાં મેળવી લેવાની તાકીદ કરતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. હળવદ‌ શહેરમાં દર વર્ષે ફટાકડાના વેપારી લાઈસન્સ વિના તેમજ ફાયર સેફટી વિના બેરોકટોક ફટાકડાનો વેપલો કરતા હોય છે. જેમં નીતિ-નિયમોની એસી તૈસી કરીને કોઈ દિવસ ફટાફટ આગની ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાવવાની દહેશત થાય તેમ રહે છે.

જેમાં ફાયર સેફ્ટી અને ફટાકડાનું લાઈસન્સ ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતી હોય છે. આ વર્ષે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાલિકા વિસ્તારમાં ફટાકડા વેચતા વેપારીઓ અને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 15 જેટલા વેપારીને હાલ પૂરતા ફટાકડાનું લાઈસન્સ અને ફાયર સેફ્ટીના હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં 15 જેટલા વેપારીને તાકીદ કરી અને 2 દિવસમાં ફટાકડાનું લાઈસન્સ તેમજ ફાયર સેફ્ટીનું મેળવી લેવાનું રહેશે. વેપારીઓને લેખિતમાં જાણ કરતા ફટાકડા વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...