તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગૌવંશ પર હુમલાના બનાવોમાં તપાસ કરી ગુનેગારને સજા કરો

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 માસમાં હુમલા અને એસિડ ફેંકવાના 11 બનાવ

હળવદ તાલુકામાં ગૌવંશ પર એસિડ અને તિક્ષણ હથિયારતેમજ ઝેરી પદાર્થ પીવડાવીને મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રામ સેવા ટ્રસ્ટ અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હળવદ પોલીસને આવેદનપત્ર આપી હુમલાખોર શખ્સોને ઝડપી કાર્યવાહીની માંગ કરી હતી.

છેલ્લા બે માસમાં ગૌવંશ પર ખુંટીયા, વાછરડા સહિતના પશુઓ પર અજાણ્યા શખ્સો હથિયાર વડે હુમલો કરી રહ્યા છે. આથી હળવદ રામ ગૌસેવા ટ્રસ્ટ અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર અને ગૌ સેવક તપનભાઈ દવે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે હળવદ શહેર અને ગામડાઓમાં દિવસે દિવસે ગૌવંશ પર હુમલાના બનાવો વધતા જાય છે. ત્યારે આવા શખ્સોને ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો