તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:ગૌવંશ પર હુમલાના બનાવોમાં તપાસ કરી ગુનેગારને સજા કરો, 2 માસમાં હુમલા અને એસિડ ફેકવાના 11 બનાવ

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

હળવદ તાલુકામાં ગૌવંશ પર એસિડ અને તિક્ષણ હથિયારતેમજ ઝેરી પદાર્થ પીવડાવીને મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રામ સેવા ટ્રસ્ટ અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હળવદ પોલીસને આવેદનપત્ર આપી હુમલાખોર શખ્સોને ઝડપી પાડીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી જિલ્લાના હળવદ શહેર અને આસપાસના ગામોમાં છેલ્લા બે માસમાં ગૌવંશ પર ખુંટીયા, વાછરડા સહિતના પશુઓ પર અજાણ્યા શખ્સો હથિયાર વડે હુમલો કરી રહ્યા છે. આ ઉપરાંત એસિડ ફેંકી તેમજ ઝેરી પદાર્થ પીવડાવીને મોત નિપજાવવાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ધનાળા ગામે ઝેરી પદાર્થ પીવડાવીને પશુઓના મોત નિપજાવ્યાની આશંકાની ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે પશુ સાથે બનતા બનાવના પગલે હળવદ શહેરના ગૌસેવકો અને જીવદયા પ્રેમીમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

આથી હળવદ રામ ગૌસેવા ટ્રસ્ટ અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર અને ગૌ સેવક તપનભાઈ દવે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે હળવદ શહેર અને ગામડાઓમાં દિવસે દિવસે ગૌવંશ પર હુમલાના બનાવો વધતા જાય છે. ત્યારે આવા શખ્સોને ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો