તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પ્રેમલગ્ન કરનારી પુત્રીના અપહરણનો પ્રયાસ વચ્ચે પડનારી પોલીસની આંખમાં મરચું નાખ્યું

હળવદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પરિવારના 10 સભ્યો હળવદ કોર્ટના ગેટ પાસે તૂટી પડ્યા
  • યુવતીને છોડાવી માતા સહિત 7 હોમ ક્વોરન્ટીન : પિતા સહિત 3 ફરાર

હળવદના નવા ઈસનપુર ગામની યુવતીએ પ્રેમલગ્ન કરતા તેના પિતાને તે મંજુર ન હોવાથી હળવદ કોર્ટમાં હાજર થવા માટે સર્ચ વોરંટ કઢાવ્યું હતુ. આથી યુવતી કોર્ટમાં વકીલ સાથે મુદતે આવી હતી. તે દરમિયાન 10 લોકોએ કોર્ટના ગેટ પરથી યુવતીનું અપહરણ કરીને લઈ જવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી આવી યુવતીને બચાવી લીધી હતી. જ્યારે યુવતીના પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું ફેંક્યું હતું. આથી યુવતીએ 10 શખ્સો સામે અપહરણ કરવાના ‌ પ્રયાસની ફરિયાદ કરતા પોલીસે 7 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે 3 ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

નવા ઇસનપુર ગામના માનસિંગભાઈ ગણેશભાઈ રંગાડીયાની પુત્રી ગોપિકાબેને વઢવાણ તાલુકાના ખેરાળી ગામના હાર્દિક બાવરવા સાથે બે માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરતાં પરિવારજનોને મંજુર ન હોવાથી યુવતીના પિતાએ સર્ચ વોરંટ કઢાવતા યુવતી હળવદ કોર્ટમાં હાજર થવા ફરમાન જારી થયુ હતુ. જેમાં બુધવારે બપોરે વકીલ સાથે કોર્ટમાં આવતા સમયે યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરું કરી ધોકો અને મરચાની ભુકી લઈ યુવતીને સાથે ઝપાઝપી કરી કારમાં લઈ જતા તે દરમિયાન પોલીસે આવતાં તેની આંખમાં મરચાની ભૂકી ફેંકતાં દોડધામ મચી હતી.

આ અંગે ગોપિકાબેન હાર્દિકભાઈ બાવરવાએ હળવદ પોલીસમાં ફરિયાદ નવા ઇસનપુરના કૈલાશબેન માનસીગભાઈ રંગાડીયા, નીરૂપાબેન શામજીભાઈ રંગાડીયા, ગીતાબેન પ્રવીણભાઈ રંગાડીયા, વનીતાબેન અશોકભાઈ રંગાડીયા, શામજીભાઈ જેઠાભાઈ રંગાડીયા, અનસુયાબેન અનિલભાઈ રંગાડીયા તેમજ લીલાપુર ગામના જોસનાબેન અશ્વિનભાઈ લકુમ સહિતના 7 શખ્સોને પોલીસે ઝડપી પાડી ને હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. જ્યારે માનસિંગભાઈ ગણેશભાઈ રંગાડીયા, અશોકભાઈ દેવજીભાઈ. રંગાડીયા, પ્રવીણભાઈ ગણેશભાઈ રંગાડીયા સહિતના 3 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...