તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:હળવદના રણવિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા, 100 પરિવાર થયા બેહાલ

હળવદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા, માળિયાની કેનાલના પાણી ફળી વળતા પરિવારો મુશ્કેલીમાં. - Divya Bhaskar
ધ્રાંગધ્રા, માળિયાની કેનાલના પાણી ફળી વળતા પરિવારો મુશ્કેલીમાં.
 • અગરિયા હિત રક્ષક મંચની વળતર આપવા પાણી પુરવઠામંત્રીને રજૂઆત

હળવદમાંથી પસાર થતી ધ્રાંગધ્રા-માળીયા નર્મદા કેનાલના પાણી રણકાંઠાના વિસ્તારમાં અગરીયાઓએ બનાવેલ મીઠાના પાટમાં ફરી વળ્યા હતા. આ પાણી કીડી, જોગડા, માલણીયાદ સુધી પહોંચતા 100થી વધુ અગરીયા પરીવારોને લાખોનું નુકશાન થયુ હતુ. આથી અગરીયા હિત રક્ષક મંચે સરદાર સરોવર નિયામક અને પાણી પુરવઠામંત્રીને લેખિતમાં રજૂઆત કરી કેનાલમાંથી ખેડૂતો બકનળીથી પાણી લઇ બંધ ન કરતા મીઠાના પાટાને નુકશાન થયાનું જણાવી વળતર આપવા માંગ કરી હતી. હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં અને કચ્છના નાના રણ વિસ્તારમાં જોગડ, એજાર, માલણીયાદ સહિતના વિસ્તારના 100થી વધુ અગરીયા પરીવારો મીઠુ પકવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હળવદ તાલુકાના ટીકર અને આજુબાજુના ગામોમાંથી પસાર થતી ધ્રાંગધ્રા-માળીયા કેનાલનું મીઠુ પાણી ફરી આ અગરીયાઓના મીઠાના પાટમાં ફરી વળતા મીઠાને નુકશાન થયુ છે. આથી વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો