હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાપર ગામના 150થી વધુ લોકો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના તમામ કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમીના હોદ્દેદારોએ આવકારીને ટોપી પહેરાવીને ફૂલહાર કરાયા હતા.
પ્રસંગે હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી, તાલુકા મંત્રી ખુમાનસિંહ રાજપૂત, તાલુકા ઓબીસી સેલ ઉપપ્રમુખ નવઘણભાઈ સારલા, 64- હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના સહ પ્રભારી જાદુભાઈ કુકવાવા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાઘેલા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા, જિલ્લા મંત્રી શંકરભાઈ સિણોઝીયા સહિત આપના હોદ્દેદારો ઉપસ્થિત હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.