તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કડિયાણા ગામે રૂ. 40 હજારના ચાંદીના દાગીનાની ચોરી

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના કડિયાણામાં રહેણાક મકાનની પાછળથી બારીની ગ્રીલ તોડીને અંદાજે રૂ. 40 હજારના ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ચોરી અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણાના રણજીતભાઈ હરખાભાઈ વઢરકિયા મકાનના ફળિયામાં સુતા હતા. અને તે દરમિયાન મકાનની પાછળ આવેલી લોખંડની બારીની ગ્રીલ તોડીને ચાંદીની ઝાંઝરી અને જુડા સહિત અંદાજે રૂ. 40 હજારના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે બનાવ અંગે સવારે મકાનની તપાસ કરતાં સામાન અસ્તવ્યસ્ત જણાતા ચોરી થયાનુ સામે આવ્યું હતું. જ્યારે ચોરી અંગે હળવદ પોલીસને જાણ કરાઈ છે અને પોલીસ ઘટનાસ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...