દોડધામ:હળવદની સિવિલમાં દવાના રૂમમાં ખૂંટિયો ઘૂસ્યો, દોડધામ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખૂંટિયાએ રૂમમાં દવાઓ ખેદાન મેદાન કરી નાખી. - Divya Bhaskar
ખૂંટિયાએ રૂમમાં દવાઓ ખેદાન મેદાન કરી નાખી.
  • બે કલાક સુધી સ્ટાફના શ્વાસ અધ્ધર રહ્યા, ઘણી દવાઓ નકામી બની ગઇ

હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા દવા રૂમમાં ખુંટિયો ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. ખુંટિયાએ બે કલાક સુધી રૂમમાં જ અડિંગો જમાવતાં સ્ટાફના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા અને બાદમા હોસ્પિટલના જ સ્ટાફની જહેમત કામ લાગી હતી અને રૂમને ખુંટિયાના બાનમાંથી મુક્તિ મળી હતી.

હળવદમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવા હળવદ સરકારી હોસ્પિટલના રૂમમાં રાખે છે ત્યારે આ રૂમનો દરવાજો શુક્રવારે સાંજે હોસ્પિટલથી ઘરે જતાં સ્ટાફના માણસો બંધ કરવાનું ભુલી ગયા હતા અને ખુંટિયો ત્યાં ઘુસી ગયો હતો અને રૂમમાં રાખવામાં આવેલા દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો અને જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી બે કલાકની મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ આ દવાઓ નકામી થઈ ગઈ હતી ત્યારે રૂમ ખુલ્લો જ રાખીને બહાર નીકળી જનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદના લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...