કાર્યવાહી:હળવદમાં પાલિકાએ 3 દબાણ પર બુલડોઝર ફેરવ્યું

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી વગરના, દુકાન-મકાન પરના બાંધકામ પર કાર્યવાહી કરાઈ

હળવદ શહેરમાં રોડ પર દશામાંના મંદિર પાસે ઘણા સમયથી અમુક શખસો દ્વારા દબાણ કર્યું હતું. જે પાલિકાના ધ્યાને આવતા પોલીસ ટીમ અને મામલતદાર સાથે રહી આ 3 જેટલા દુકાનના બાંધકામના દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હળવદ શહેરને હાઈવે રોડ ઉપર લોકો પોતાની જમીન સમજીને લાખો કરોડો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને હડપ કરે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા અવાર-નવાર ગેરકાયદે બાંધકામ કરનારા શખસોને નોટિસ આપવા છતાં દબાણ નહીં હટાવવા આખરે હળવદ શહેરમાં આવેલા દશામાંના મંદિરની સામે સરકારી જગ્યા ઉપર દુકાનો અને પતરાના વાડા બનાવી દબાણ કરવામાં આવતા આ અંગેની રજૂઆત પાલિકા તંત્રમાં આવી હતી.

આથી પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને 3 જેટલા દબાણ ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું. વધુમાં, પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં દબાણ કરનાર તેમજ મંજૂરી વગર બાંધકામ કરનાર દુકાનો, મકાનોના સહિતના માલિકોને નોટિસ ફટકારવામાં આવશે. તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવે તો પાલિકા તંત્ર આગામી દિવસોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...