માનવતા:હળવદમાં  આરએસએસવીએચપી દ્વારા ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા ‌લોકોને ભોજન પૂરું પાડયું

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે. મોરબી જિલ્લાના હળવદમાં બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં ૮ થી ૧૦ ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક ડૉ.સી. ટી. પટેલ , વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હસમુખભાઈ પરમાર, સ્થાનિક આગેવાન સુનિલભાઈ મકવાણા અને સ્વયંસેવકો દ્વારા ત્યાં રહેતા આશરે ૮૦ જેટલા ભાઈઓ-બહેનો અને બાળકોના ભોજનની વ્યવસ્થા સ્થાનિક મંદિર પરિસરમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...