હળવદ શહેર અને આસપાસના ગામોમાં ચોરીના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે હાલ પોલીસ અને પ્રજા ચોરોને પકડવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે હળવદના સરા રોડ પર તોરણીયા દાદાના મંદિર પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ પસાર થતા રોકીને પૂછપરછ કરતાં એક શખ્સ નાસી છૂટ્યો હતો અને એક શખ્સને લોકોએ ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
હળવદ શહેરને તસ્કરોએ જાણે બાનમાં લીધુ હોય તેમ છેલ્લા દસ દિવસમાં જ ચોરીના અનેક બનાવ બન્યા છે ત્યારે હળવદના સરા રોડ ઢવાણીયા દાદાના મંદિર પાસે બે વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળતા અને આજુબાજુના રહેવાસીઓએ તેમને રોકીને પૂછપરછ કરતાં પરંતુ એક શખ્સ નાસી છૂટ્યો હતો, એક શખ્સને ઝડપી લેવાયો હતો, હળવદમાં તસ્કરો ઝડપાયાની વાત વાયુવેગે ફેલાતા હળવદ શહેરના વિવિધ વિસ્તાર લોકો હળવદ સરા રોડ ઉપર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે રોડની બંને સાઈડમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ તે ખરેખર ચોર હતો કે પછી અન્ય કોઈ વ્યક્તિ હતો તે તપાસનો વિષય છે.
દારૂ પીધેલી હાલતમાં મળેલા શખ્સ સામે ચોરીના ગુના નથી
આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી . પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે અને તેને લોકોએ ઝડપી પાડયો છે, તે કોઈ ચોરીના ગુનામાં નથી, તેમ છતાં તેની સામે તપાસ કરીને જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.