તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હળવદમાં બાઇકચાલક પતંગની દોરીથી ઘાયલ, 1 ઇંચ દોરી બેસી જતાં સારવાર હેઠળ, નાક અને પાંપણ પર 6 ટાંકા લેવા પડ્યાં

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મનુભાઈ ઉર્ફે પ્રભુભાઈ લવજીભાઈ ચૌહાણ   - Divya Bhaskar
મનુભાઈ ઉર્ફે પ્રભુભાઈ લવજીભાઈ ચૌહાણ  

હળવદ-સરા રોડ ઉપર આવેલા રૂદ્ર ટાઉનશીપ પાસે હળવદથી સાપકડા ગામે આધેડ બાઇક લઇને ‌જતા હતાં. આ દરમિયાન રોડ પરથી પતંગની દોરીના કારણે નાક, પાંપણ સહિતના ભાગે ઇજા થતા 6 જેટલા ટાંકા લઇને સારવાર આપી રજા આપી હતી. સાપકડા ગામના 50 વર્ષના મનુભાઈ ઉર્ફે પ્રભુભાઈ લવજીભાઈ ચૌહાણ હળવદમાં કોઇ કામ અર્થે બાઇક લઈને આવ્યા હતા. ત્યારે સાપકડા ગામે પરત ફરતા હળવદના રૂદ્ર પાર્ક ટાઉનશિપ પાસે રોડ પર એકાએક નાક, પાંપણ સહિતના ભાગે પતંગની દોરી ધસી ગઇ હતી.

જેમાં નાકના ભાગે એક ઇંચ જેટલી ઉંડી દોરી બેસી જતા લોહીની ધાર વહેવા લાગી હતી. આથી આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડીને ગંભીર હાલતમાં મનુભાઈ ચૌહાણને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ખાનગી હોસ્પિટલના તબીબે નાક, આંખ સહિતના ભાગે 6 જેટલા ટાંકા લઈને સારવાર દરમિયાન રજા આપ્યા બાદ પોતાના ઘર સાપકડા ગામે જવા રવાના થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો