ધોરણ 10 અને 12ની બોર્ડના પરીક્ષા ચાલી રહી છે, ત્યારે હળવદની મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીની પરીક્ષા લેવા માટે 12 કર્મચારીનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. હળવદ એસએસસી બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીની પરીક્ષા લેવાઇ હતી.
તાજેતરમાં એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં એસ.એસ.સીના પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક બ્લોકમાં એક જ વિદ્યાર્થીનીની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. મંગલમ વિદ્યાલયમાં ગુરુવારે ધોરણ 10ની પરીક્ષામાં ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં એક જ બ્લોકમાં એક વિદ્યાર્થીની એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અને તંત્રે એક વિદ્યાર્થીની માટે ૧૨ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.