કાર્યવાહી:હળવદમાં મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતાં 10 શખ્સ ઝડપાયા

હળવદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોરબી LCBના દરોડામાં 84,900નો મુદ્દામાલ જપ્ત

હળવદ બસ સ્ટેશન પાછળ મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા રહેણાકમાં દરોડો પડાયો હતો અને ઘોડીપાસાનો જુગાર રમતાં 10 શખ્સ ઝડપાયા હતા, તેમાંથી જુગાર રમાડતો માલિક નાસી છૂટયો હતો, 84900 રૂપિયા, ઘોડીપાસા નંગ 2 સહિત મુદ્દામાલ જપ્ત કરીને પોલીસને હવાલે કર્યા હતા.

હળવદના બસ સ્ટેશન પાછળ જુગાર રમાતો હોવાની બાતમી મોરબી એલસીબી પોલીસના પી.એસ.આઈ એન. બી ડાભીને મળતા મોરબી એલ. સી. બી પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા સહિતના પોલીસના સ્ટાફ દિલીપભાઈ જેઠાભાઇ પુરાણીના રહેણાકમાં દરોડો પાડતા જુગાર રમતા રૂપિયા 84900નો અને ઘોડીપાસા નંગ 2 સહિતનો મુદ્દામાલ કબજે કરીને ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ મોરી, વિજયભાઈ વાઘેલા, વિશાલ ઉર્ફે એ.ભોડી પ્રવીણભાઈ બાબરીયા, ગીરીશભાઈ પરમાર, સોહિલ નામોરી, કાંતિભાઈ પરમાર, દિલીપભાઈ રાઠોડ, જશુભાઈ રાઠોડ સહિતના 10 શખ્સોઓ જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. મકાન માલિક દિલીપભાઈ જેઠાભાઇ પુરાણી નાસી છૂટયો હતો તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...