રેલી:2014માં જીવન જરૂરિયાતના ભાવ ઓછા હતા, 2021માં આસમાને

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન તેમજ સભ્ય નોંધણી અને રેલી યોજાઇ હતી. - Divya Bhaskar
હળવદ કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન તેમજ સભ્ય નોંધણી અને રેલી યોજાઇ હતી.

હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત હળવદ બ્રહ્મ સમાજની વાડી ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. કે.એમ.રાણાની આગેવાની હેઠળ બેઠકનું આયોજન કરાયું હતું. તેમજ કોંગ્રેસ સદસ્ય અભિયાન જન જાગૃતિ રેલી તેમજ કોંગ્રેસનો રેલીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી કરણદેવસિહજીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે 2014માં તેલ, પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઓછા હતા. 2021માં જીવન જરૂરિયાત ‌ભાવ આસમાને પહોંચાડી દીધા છે.

આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે અને આવનાર દિવસોમાં પ્રજા કોંગ્રેસ પર વિશ્વાસ રાખીને વિધાનસભાની 182 સીટમાંથી વધુમાં વધુ સીટો પર કોંગ્રેસનો વિજય થશે. ‌ભાજપ સરકારે મોંઘવારી પર માજા મુકી છે. કોંગ્રેસે દ્વારા જય જવાન જય કિસાનના નારા સાથે હળવદ બ્રહ્મ સમાજની વાડીથી સરાના નાકા સુધી રેલીનું આયોજન કરી ફટાકડા ફોડી આતશબાજી મનાવી હતી.

આ પ્રસંગે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો.કે.એમ.રાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ, જટુભાઈ ઝાલા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હેમાંગભાઈ રાવલ, મનસુખભાઈ સરાવાડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ દઢાણીયા, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રવક્તા મેહુલભાઈ એરવાડીયા, સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...