હરાજી:જપ્ત કરેલી 50 લાખની ગેરકાયદે રેતીના જથ્થાની આજે હરાજી થશે, નદીમાં 43 હજાર મેટ્રિક ટન રેતીમળી આવી

હળવદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હળવદની બ્રાહ્મણ નદીમાં 43 હજાર મેટ્રિક ટન રેતીમળી આવી હતી

હળવદ તાલુકાના તાલુકાની બ્રાહ્મણી નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ધનાળા ગામની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા 4170 નો જથ્થો સંગ્રહ કરેલો માલૂમ પડતાં મોરબી ખાણ ખનીજ વિભાગ નદીના પટમાં છાપો મારતા ત્યાં 4170   મેટ્રીક  ટન જથ્થો સીઝ કયો જેની રવિવારે  આજે  જાહેરમાં હરાજી કરવામાં આવશે  ૫૦ લાખ રૂપિયા ની  રેતી નો  જથ્થો ની  હાલ  નંદી ના  પટ મા  સીઝ કર્યો છે.

મોરબી જિલ્લાના હળવદ   તાલુકાની બ્રાહ્મણી નદીનું સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યા છે  ભુમાફિયાઓ તંત્રને સંતાકૂકડી રમાડી રાતોરાત ખનન વહન કરી તગડી રકમ કમાતા હોય છે અને માલામાલ બની જાય છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી  યુ કે શીગ ખાન ખનીજ ના સ્ટાફના માણસો હળવદ તાલુકાના મયુરનગર ધનાળા ગામ ની બ્રાહ્મણી નદી માં છાપો મારતા ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ રેતીના સંગ્રહ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે ખાણ ખનીજ ના અધિકારીઓ સરવૈયા ની ટીમ માપણી કરતા ૪૧૭૦ મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે મળી આવ્યો હતો.

જે ખાણ ખનીજ ના અધિકારી રોયલ્ટી ઈન્સ્પેકટર બી બી પટેલ,  સરવૈયા દીક્ષિત ભાઈ પટેલ સહિતના અધિકારીઓ નદીના પટમાં દોડી ગયા હતા અને ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે  કયો હતો  જે  રવિવારે  આજે  મામલતદાર  ગામના સરપંચ અને અધિકારીઓ સહિત ની હાજરીમાં  નદીના પટમાં હરાજી કરવામાં આવશે  તેમ  ખાણ ખનીજ  વિભાગ ના  ભૂસ્તર  શાસ્ત્રી  યુ  કે  શીગે  જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...