તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાહત નહી મળે તો સરકાર સામે લડાઇ કરીશું : અગરિયાઓ

હળવદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાથી થયેલી નુકસાની માટે અજિતગઢમાં બેઠક

હળવદ તાલુકાના ટીકર રણના અગરીય,ઓ મીઠું પકવીને તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા મોટા આ અગરીયાઓને 50 ટકાથી વધારે નુકસાન થયું છે. અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં નુકસાનનુ સર્વે કરવામાં આવી રહ્યું છે અને રાહત પેકેજ પણ આપવામાં આવ્યુ છે. ત્યારે અગરીયાઓની સાથે અન્યાય થતા અજીતગઢ ખાતે અગરીયાઓની બેઠક મળી હતી.

આગામી દિવસોમાં સરકાર સામે લડાઇ કરશે તેમ જણાવ્યુ હતુ. વાવાઝોડા અને વરસાદ ના પગલે સમગ્ર જિલ્લામાં અગરિયાઓને રણકાંઠામાં ભારે નુકસાની થઇ હતી. ત્યારે પંથકના ટીકર માનગઢ સહિતના અગરિયાઓના પાટા ઉપર ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે અજીતગઢ ખાતે અગરીયાઓની બેઠક મળી હતી અને સેવાકીય સંસ્થાઓ કે અગરીયાઓ થકી ઉજળી છે.

તેમજ મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓનુ ભેદી મૌન કેટલાય અગરીયાઓને રોટલા વગરના કરી નાખે તેવી શક્યતા થાય તો નવાઈ નહીં કારણ કે અગરીયાઓ દિવસ રાત રણમાં કાળી મજુરી કરી મીઠું પકવે છે. ત્યારે સરકાર દ્વારા અગરીયાઓને નુકસાનીનુ વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અગરીયા દ્વારા ઉગ્ર આંદોલન કરવાની સરકારને ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...