તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડિવાઇડર સાથે કાર અથડાતાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત

હળવદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદના કોયબા ગામના પાટિયા પાસે

હળવદના કોયબા ગામ પાટિયા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા થતાં તેને હળવદમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો.

હળવદ હાઇવે પર ગફલતભરી રીતે વાહનો ચલાવવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. હળવદ કોયબા ગામના પાટિયા પાસે ટ્રેલરે બસસ્ટેન્ડને ઉડાવી જીઆરડી જવાનને ઘાયલ કર્યાના બનાવની હજુ શ્યાહી સુકાઇ નથી ત્યાં બુધવારે આ રોડ પર વધુ એક બનાવ બન્યો હતો. જેની મળતી માહિતી મુજબ અમદાવાદથી સામજીભાઈ તાવલીભાઈ ટાંક અને તેના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંક બંને કાર લઈને બુધવારે હળવદ પ્રમુખસ્વામી નગર પોતાના પુત્ર વિશાલ ટાંકને મળવા આવતા હતા. તેઓ હળવદ કોયબા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર ડિવાડર પર ચડી ગઇ હતી. ત્યારબાદ કાર પલટી મારતા બંને પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આમ અકસ્માતમાં કારમાં બેઠેલા પૈકી બેના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે ડ્રાઇવર અનિરુદ્ધભાઇને સારવાર માટે હળવદ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા હતોા આ બનાવમાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશનો કબજો લઇ હળવદ સરકારી દવાખાને પીએમ બાદ પરિવારજનોને સોંપી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ડ્રાઇવર સામે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...