હળવદમાં ચકચાર મચાવનાર બેંક લોન કૌભાંડમાં સામેલ બેંક કર્મીની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા, જે પુર્ણ થતાં આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે જ્યારે બેંકમાં 91 લાખનો ચુનો લગાવી ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવમા મોરબી જિલ્લાના હળવદની એસબીઆઈ શાખામાથી હોમ લોનની માંગણી કરી આરોપીઓએ કુલ રૂપિયા 83,95,000 ની હોમ લોન મેળવી હતી.
જે પૈકી 14,76,000 બેન્કમાં જમા કરાવી તેમજ 69,19,000 તથા બેન્ક વ્યાજ 21,81,000 કુલ મળીને 91લાખ રૂપિયા આજદીન સુધી નહીં ભરતા પોલીસ મથકે હળવદમાં બેંકના બ્રાન્ચ મેનેજર જીતેન્દ્રકુમાર સુગ્રીવપ્રસાદ સિંહએ જગદિશભાઈ મનસુખલાલ ઠક્કર, શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર, દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર રહે.હળવદ તથા હરીનભાઈ રમેશભાઈ કારીયા અને હર્ષદભાઈ રમેશભાઈ કારીયા રહે.ખારાઘોડા સુરેન્દ્રનગર તેમજ રાજેશભાઈ કાંતીલાલ કોટેચા રહે.હળવદ અને મીતેશ કડીયા બેંક કર્મચારી રહે. હળવદ વાળા સહિતનાની સામે સરકાર તેમજ બેન્કની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં હળવદ પોલીસે બેંક કર્મી મીતેશ કડીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બેંક કર્મી મિતેશ ભાઈ કડીયાના બે દીવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો છે જ્યારે બેંક કૌભાંડ સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.