તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વરસાદી ઝાપટાંથી હળવદ યાર્ડમાં હરાજીમાં આવેલી 84 મણ મગફળી પલળી ગઈ

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યાર્ડના આયોજનના અભાવે ખેડૂતો હેરાન થયા, 
હળવદ યાર્ડમાં હરાજીમાં આવેલ મગફળી, ધાણા વરસાદમાં પલળતાં ખેડૂતોમાં રોષ. - Divya Bhaskar
યાર્ડના આયોજનના અભાવે ખેડૂતો હેરાન થયા, હળવદ યાર્ડમાં હરાજીમાં આવેલ મગફળી, ધાણા વરસાદમાં પલળતાં ખેડૂતોમાં રોષ.
  • યાર્ડની બેદરકારી અને શેડની નીચે અમારો માલ નહીં રાખતાં પલળી ગયો : ખેડૂતો

હળવદ શહેર અને આસપાસના ગામોમાં ગુરુવારે વરસાદી ઝાપટું પડતાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં લાવેલા હરાજીમાં મગફળી ધાણા, ઘઉં સહિતની જણસી ખેડૂતોની પલળી જતા રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ખેડૂતો જણાવ્યા પ્રમાણે માર્કેટિંગ યાર્ડની બેદરકારીના કારણે અને શેડના નીચે અમારો માલ નહીં રાખતા અમારો માલ પલળી ગયો છે. આથી યાર્ડ દ્વારા વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં જુદા જુદા ગામોમાંથી મગફળી, ધાણા, ઘઉં સહિતના પાકો લઇને હરાજી માટે ગુરુવારે આવ્યા હતા. પરંતુ એકાએક બપોરે વરસાદી ઝાપટું પડતા ખૂલ્લામાં રાખેલા ઘઉં, મગફળી તેમજ ધાણા સહિતની જણસીમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આ અંગે દેવીપુર ગામના ખેડૂત પ્રેમજીભાઈ જણાવ્યું કે, 84 મણ મગફળી યાર્ડમાં હરાજી માટે લાવેલો હરાજી પણ થઈ ગયેલી.

પરંતુ યાર્ડના શેડમાં મગફળી નહીં રાખતા ખુલ્લા આકાશમાં મગફળીનો ઢગલો પડેલો જેના કારણે વરસાદના પગલે મારી મગફળી પલળતા નુકસાન થતા યાર્ડ દ્વારા વળતર આપવામાં આવે. મગફળી, ધાણા સહિતન‌ની જણસી પર પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. માર્કેટિંગ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...