ખુશી:હળવદના શિક્ષકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય પર પી‌એચડીની પદવી મેળવી

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશવલાલ નાનજીભાઈ શ્રીમાળીનાં પુત્ર શિક્ષક અશોકભાઈ શ્રીમાળીએ સંસ્કૃત વિષયમાં શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી કૃત ઉત્તરસિતાચરિતનું એમના કાવ્યાલંકારકારિકા ગ્રંથના પરિપ્રેક્ષ્યમાં કાવ્યશાસ્ત્રીય અધ્યયન વિષય પર મહાશોધ નિબંધ ડૉ. આર સી ફિચડીયા, શ્રીમતી બી વી ધાણક આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ બગસરાનાં માર્ગદર્શનથી પૂર્ણ કર્યો હતો. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)એ માન્ય કરી ડોક્ટરેટની ડિગ્રી પ્રદાન કરી છે. તેમની આ સિધ્ધિ બદલ શિક્ષણ સમાજ અને હળવદ ગુરૂબ્રહ્મ સમાજ અને પરિવારમાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...