હળવદની મેઇન બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા સ્વ. પુરુષોત્તમ ઠાકરની દીકરીની પૌત્રી ભવ્યા અતુલ રાવલ અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોબ માટે સિલેક્ટ કરાયેલી એક માત્ર વિદ્યાર્થિની છે. શુદ્ધ ગુજરાતી માધ્યમમાં ભણેલી છોકરી અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થશે એવી ક્યારેય કલ્પના નહોતી કરી.
દર્શના અતુલ રાવલની દીકરી ભવ્યા અતુલ રાવલ અમેરિકાની અગ્રણી કૉલેજમાં એમએસ ફાઇનાન્સમાં ફર્સ્ટ (99.75 %) આવી હતી. અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેના સિલેક્શન પહેલા 7 જણાની સમિતિએ ઇન્ટરવ્યૂ લીધો હતો. ભવ્યા રાવલ મૂળ હળવદના જ સ્વ.લતાબહેન રમેશચંદ્ર જાનીની દોહિત્રી થાય. અમેરિકામાં તેના પ્રોફેસર્સે અમેરિકામાં પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ જોબ ભવિષ્ય માટે વધુ પ્રગતિ કરતા હળવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.