તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછલીઓના મોત:હળવદના ટીકર અને ઘાટીલા રણમાં માછલીઓના મોત

હળવદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના ટીકર અને ઘાટીલા રણમાં માછલીઓના મોત થયા હતા. - Divya Bhaskar
હળવદ તાલુકાના ટીકર અને ઘાટીલા રણમાં માછલીઓના મોત થયા હતા.
  • માછલીનું મોત ગરમીના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન

હળવદના રણકાઠા વિસ્તારમાં દરીયાઈ પાણીની ભરતીની કારણે મોટી સંખ્યામાં માછલીઓ પાણીની સાથે તણાઈ આવી હતી. જેમાં દરીયાઈ પાણી છીછરા તેમજ તાપમાન સહન નહી થયું હોવાની આશંકાઓ વચ્ચે અગરિયાઓએ બનાવેલા પાણી રોકવા બંધ પારા પાસે હજારો માછલીઓના મોત થયા છે. ત્યારે માછલીઓના મોતના કારણે દૂર દૂર સુધી તીવ્ર ગંધ મારતી હતી.

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાના અગરીયાઓએ દરીયાઈ પાણી રોકવા માટે બંધ પારો બનાવ્યો હતો. જેમાં દરીયાઈ ભરતી આવતા દરીયાઈ પાણીની સાથે સાથે માછલીઓ પણ તણાઈ આવી હતી. જે રણમાં આવેલા છીછરા પાણી રણના ઉંચા તાપમાનના કારણે હજારો માછલીઓના મોતની આશંકાઓ સેવાઈ રહી છે.

તો ખાસ કરીને ઘાટીલા, ટીકર, ખોડ,અજીતગઢના અગરીયાઓએ દરીયાઈ પાણી રોકવા બનાવેલા પાળામા પાસે માછલીઓના મોત થતાં માછલીઓના મોતની દુર સુધી દૂર્ગંધ ફેલાઈ હતી. જ્યારે દૂર્ગંધ ફેલાતાં અગરીયાઓએ તપાસ હાથ ધરતા હજારો માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી. આમ આ માછલીના મોત ગરમીના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...