તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમો પાળો, કોરોનાથી બચો:હળવદ આ. વિભાગ, પોલીસે 700 લોકોને માસ્ક વિતરિત કર્યા

હળવદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં કોરોનાના કેસ વધતાં લોકોને તેનાથી બચવા જરૂરી નિયમોની સમજ અાપી
 • સંક્રમણ અટકાવવા આ.વિભાગ, પોલીસનો અનોખો પ્રયાસ

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના એ માથુ ઉચકતા પોઝીટીવ કેશમા સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્રએ પોતાની જવાબદારી સમજીને હળવદ સરાનાકા ખાતે રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં.અને લોકોને કોરોનાથી બચવા જરૂરી નિયમોની ‌સમજણ આપવામાં આવી હતી

હળવદ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્ધારા હળવદમાં કોરોના સંક્રમણ વધતુઅટકાવવા પ્રયત્ન હાથ ધરવામા આવ્યો હતો. જેમાં બ્લોક હેલ્થ અધિકારી ડો.ભાવિનભાઈ ભટ્ટી,પીઆઈ પી.કે.દેકાવાડીયા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓકર્મચારીઓએ બજારમા માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અપીલ કરી હતી. સાથે બન્ને વિભાગે લોકોને કોરોનાથી સાવચેત રહેવા અને જો લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવા જણાવ્યુ હતુ. આ અંગે પીઆઇએ જણાવ્યુ હતુ કે તંત્રનો માત્ર દંડ કરવાનો જ હેતુ નથી હોતો ગરીબ લોકોને ફ્રિ મા માસ્ક મળી રહે તેવા હેતુથી700 જેટલા માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ હતુ અને લોકોને કોરોના થી બચવા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી નિયમ પાલનની સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો