નિર્ણય:હળવદ પાલિકા સીલ મારે તે પૂર્વે જ હોસ્પિટલ બંધ કરી દીધી

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ નગરપાલિકા દ્વારા ૩ દિવસ પહેલા શ્રીજી હોસ્પિટલના સંચાલકોને બી. યુ પરમીશન, ફાયર સેફ્ટી મામલે નોટિસ આપી હતી. નોટિસનું પાલન ન થતાં સંચાલકોએ જાતે જ હોસ્પિટલને બંધ કરી દીધી હતી. ફાયર સેફ્ટી અને બી.યુ પરમીશન મળી ગયા બાદ હોસ્પિટલ ચાલુ કરવાનો નિર્ણય સંચાલકોએ લીધો હતો.

સરા ચોકડી નજીક આવેલી શ્રીજી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન, સરકારનાં અન્ય લાગુ પડતા નિયમો/જોગવાઈઓ મુજબ મંજૂર કરેલ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કર્યા બાદ ફાયર એન.ઓ.સી., બાંધકામ ભોગવટા સર્ટિફિકેટ મેળવ્યા વગર જ ઉપયોગ શરૂ કરાયેલ હોવાનું જાણવા મળતા પાલિકા તંત્ર દ્વારા નોટીસ ફટકારી બી.યુ.પરમીશન, ફાયર એન. ઓ. સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા ૩ દિવસમાં રજૂ કરવા નોટિસ ફટકારાઇ હતી, ૩ દિવસમાં ઉપયોગ બંધ કરી દેવા અલ્ટિમેટમ અપાયું હતું, જો આમ ન કરાય તો કાર્યવાહી કરાશે તેમ પાલીકા ચીફ ઓફિસર સંદિપ ઝાલાએ જણાવાયું હતું.