મોરબી:હળવદ પાલિકાએ ઓડ-ઇવનના નિયમનો ભંગ કરનાર વેપારીઓ પાસે દંડ વસૂલ્યો

હળવદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ઓડ-ઈવનની પધ્ધતિ નહીં ચલેગી નહીં ચલેગી’ના સૂત્રોચાર સાથે વેપારીઓ રસ્તા પર ઉતર્યા

નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા હળવદ શહેરના વિવિધ વિસ્તારોની બજારોમાં નંબર ૧ નંબર ૨ ઓડ ઈવન પદ્ધતિનું નિયમ કરવાનો વેપારીઓએ આ પદ્ધતિનું નિયમનુ પાલન  ન કરતા પ્રાંત અધિકારી, મામલતદાર, હળવદ પોલીસ દ્વારા દુકાન પર જઈને જે  દુકાન ચાલુ  હતી. તેવી 16 દુકાનદારોને રૂપિયા 200નો રોકડ દંડ વસુલ કરતા મામલો બિચક્યો હતો. ત્યારે રોષે ભરાતા વેપારીઓનું ટોળું રસ્તા પર ઉતરી ઓડ ઈવન પધ્ધતિ નહીં ચલેગી નહી ચલેગીના સુત્રો સૂત્રોચ્ચાર સાથે  મેઈન બજારથી ૪૦૦ વેપારીઓનું ટોળુ નગરપાલિકા કચેરીએ ધસી ગયું હતું અને વેપારીઓમાં તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. મોરબી પ્રાંત અધિકારી ગંગા સિંઘ, હળવદ મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર ભલજીભાઈ કણઝરીયા, હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ  પી. જી પનારા સહિતના અધિકારીઓનો કાફલો હળવદના સરા રોડ શક્તિ  મેઈન રોડ પર દુકાન દુકાને ફુટ પેટ્રોલિંગ હાથ ધરી હતી. તેમજ સરકારના આ નવા નિયમ મુજબ દુકાન એકી બેકીમા ચાલુ રાખવાના નિર્ણયને  વેપારીઓએ વખોડી ગુરુવારે તમામ  દુકાન ધંધા ચાલુ રહેશે તેમ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...