તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાકી વીજ બિલ:હળવદ પાલિકા બિલ નહીં ભરતાં શહેરમાં અંધારપટ

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ કંપનીએ 6 વીજ કનેક્શન કાપ્યાં
 • બાકી બિલની રૂ.80 હજારની રકમ ભરતા વીજજોડાણ કરી ગુરુવારે લાઇટો ચાલુ કરાઇ

હળવદ પાલિકાનુ઼ વીજ કંપનીનું 80 હજાર બિલ બાકી હતુ. આથી વીજ કંપની દ્વારા 6 જેટલા સ્ટ્રીટલાઇટના કનેક્શન બુધવારે કાપી નાંખતા શહેરમાં અંધારપટ છવાયો હતોત્યારે પાલિકા દ્વારા આ રકમ ગુરૂવારે ભરી દેતા ફરી અંજવાળા થયા હતા.

હળવદમાંં વીજ કંપની દ્વારા બાકી કડક કાર્યવાહી કરાઇ છે. ત્યારે 1 માસના સ્ટ્રીટલાઈટની 80 હજારની બાકી રકમ પાલિકા ન ભરતાં શરણેશ્વર મહાદેવ રોડ, પંચમુખી ઢોરો તેમજ ધ્રાંગધ્રા રોડ, સરા રોડ, ઢવાણીયા દાદાની દેરી વિસ્તાર સહિતના 6 સ્ટ્રીટલાઈટોના વીજ કનેક્શન કંપનીએ બુધવારે કાપી નાંખતા શહેરમાં અંધારપટ છવાયો હતો. આ અંગે હળવદ પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાએ જણાવ્યુ કે, બાકી બીલની રકમ પાલિકાએ ચેક દ્વારા વીજકંપનીને ભરપાઇ કરી દીધી છે. હાલ કોપણ જાતની સ્ટ્રીટલાઈટની બાકી રકમ નથી.

જ્યારે પીજીવીસીએલના નાયબ ઇજનેર એમ.ટી.મહેતાએ જણાવ્યું કે, પાલિકાએ ગુરૂવારે લેણી રકમનો ચેક આપતા બુધવારે જે સ્ટ્રીટલાઇટના 6 કનેકશનો કાપી નાંખ્યા હતા તે હવે ગુરૂવારે તેનું જોડાણ કરીને વીજપુરવઠો ચાલુ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો