તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને 90 લાખની ખંડણી આપવા ધમકી

હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી યશપાલસિંહ - Divya Bhaskar
આરોપી યશપાલસિંહ
  • આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

હળવદ તાલુકાના રાયસંગપુર ગામના વતની હાલ હળવદમા રહેતા માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના એક શખ્સે 90 લાખની ખંડણી આપવા ફોન પર ધમકી આપી હતી. પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડીને ગુનો નોંધી અને કાર તેમજ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મુળ રાયસંગપુર ગામના વતની અને હાલ હળવદ‌માં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે તે હળવદ યાર્ડમાં ભક્તિનંદન ટ્રેડીંગ નામની દુકાનમાં ખેત ઉત્પાદન અને કમીશન એજન્ટનો વેપાર કરે છે જેમને તા. 31-08ના રોજ બપોરે મોબાઈલનંબર પરથી ફોન આવ્યો હતો જેમાં યશપાલસિંહ ઝાલા બોલતા હોવાનું જણાવ્યું હતું અને રૂબરૂ મળવું છે તેમ કહેતા ફરિયાદી જનકભાઈ રાયસંગપર ગામે હોવાનું જણાવ્યું હતું અને આરોપીએ ખંડણી પેટે રૂ. 90 લાખ વસુલવા છે તેવી ધમકી આપી હતી અને ગત તા. 3-9ના રોજ વેપારી માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાને હોય ત્યારે યશપાલસિંહ કાર જીજે 12 ઇઇ 8657 લઈને આવ્યા હતા અને 90 લાખ આપવા જ પડશે તેમ કહ્યું હતું.

જેથી વેપારીએ તેમને કહ્યું હતું કે હું તમને ઓળખતો નથી મારે તમારી સાથે કાઈ લેવાદેવા નથી તો શેના રૂપિયા આપવાના તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તું હજી મને ઓળખતો નથી હું જેની પાસે ખંડણી માંગુ તે ચુપચાપ આપી દે છે તારા પરિવારે સહી સલામત જીવતા રહેવું હોય તો તા. 5 સુધીમાં 90 લાખ આપી દેજે નહીતર તારા ઘરમાંથી ઉપાડી જઈશ અને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...