તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી ધમધમશે માર્કેટીંગ યાર્ડ:કોરોનાના કેસ ઘટતાં 25 દિવસ પછી હળવદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરાયું

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોંધણી કરાવનાર 150માંથી 70 ખેડૂતો જણસ વેચવા આવ્યા
  • હરાજીમાં જીરુંના રૂ.2540 અને વરિયાળીના રૂ.1300 સુધી ભાવ બોલાયા, 4300 મણ વરિયાળી અને 900 મણ જીરુંની આવક થઈ

હળવદ તાલુકામાં કોરોનાનુ સંક્રમણ વધતાં છેલ્લાં 25 દિવસોથી બં માર્કેટિંગ યાર્ડ શુક્રવારેથી ફરી ધમધમતું થયું હતુ. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ 70 ખેડૂતો જણસ વેચાણ અર્થે આવ્યા હતા. જેમાં જીરૂના મણે રૂ.2540 અને વળીયારીના રૂ.1300 ભાવ બોલાયા હતા. આથી પ્રથમ દિવસે 4300 મણ વરીયાળી અને 900 મણ જીરૂની આવક થઇ હતી. હળવદ પંથકમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસને લઇ છેલ્લા 25 દિવસથી માર્કેટીંગ યાર્ડ બંધ હતુ.

આથી યાર્ડના ચેરમેન રણછોડભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં યાર્ડના ચેરમેન, સેક્રેટરી, વેપારી અને કમીશન એજન્ટો જોડાયા હતા. આ બેઠકમાં ખેડૂતોએ પોતાને ખેત પેદાશો વેચાણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવી વેચારણ અર્થે આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે 25 દિવસ બાદ શુક્રવારે હળવદ માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતુ થયુ હતુ. આથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા 150 માંથી 70 ખેડુતો જીરૂ અને વરીયાળી વેચાણ માટે આવ્યાં હતાં.

જ્યારે હરરાજી શરૂ થતા જીરૂના રૂ.2250 થી 2540 સુધી બોલાયા હતા. જ્યારે વળીયારીના રૂ.1125 થી 1300 ભાવ બોલાયા હતા. આથી ખેડૂતોએ વેચાણ કરતા 4300 હજાર મણ વળીયારીની આવક નોંધાઇ હતી જ્યારે 900 મણ જીરૂની આવક નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...