ધરપકડ:હળવદ GIDC પાસે રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર ઝડપાઈ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ જીઆઈડીસી પાસેથી  વિદેશી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો  કરીને પોલીસે ઝડપી પાડી હતી. - Divya Bhaskar
હળવદ જીઆઈડીસી પાસેથી  વિદેશી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે ઝડપી પાડી હતી.
  • દારૂ ભરેલી કારે બાઇક સાથે અકસ્માત કર્યો હતો

વિદેશી દારૂની ફેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતાં હળવદ પોલીસે વોચ રાખી હતી અને કોયબા તરફથી આવતી દારૂ ભરેલી કારનો ડી સ્ટાફના અને જીઆરડી જવાનોએ ફિલ્મી ઢબે પીછો કરીને દારૂની 132 બોટલ સાથે કુલ 3,39,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર સહિત અન્ય 2 શખસ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.

હળવદ પીઆઈ પી. એ. દેકાવાડીયા, પીએસઆઈ પી. જી. પનારાની સૂચનાથી હળવદ‌ સર્વેલન્સ‌ સ્કોર્ડના યોગેશદાન ગઢવી, ચંદુભાઈ ઈંદરીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, જીઆરડી વિપુલભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ ચૌહાણ સહિતને મળેલી માહિતી મુજબ કોયબા તરફથી દારૂ ભરેલી આવતી કાર પૂરઝડપે બાઇક સાથે અકસ્માત કરી પસાર થઈ રહી હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે વાહન ચેકિંગ દરમિયાન ઢવાણા બાજુથી આવતી પોલીસને જોઈને કાર પાછી વાળતાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને જીઆઈડીસી પાસેથી કાર મૂકીને 3 શખસ ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂ તેમજ રૂ. 3 લાખની કાર સહિત કુલ રૂ. 3,39,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...