કરુણાંતિકા:હળવદનો પાંચ વર્ષનો જિયાન્સ નોંધારો થયો, માતા-પિતાનાં મોત

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માના ખોળામાં રમતા જિયાન્સની આંખોમાં છવાઇ શૂન્યતા

મૂળ હળવદ પંથકના પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને થોડા સમયથી મોરબી ટાઉનશિપમા સ્થાયી થયેલા હાર્દિકભાઈ અને તેમના પત્ની તેમજ તેમનો પુત્ર રવિવારે મોરબીમાં ઝુલતા પુલની મુલાકાતે ગયા હતા જેમાં પતિ, પત્નીના મોત નીપજ્યા હતા અને પાંચ વર્ષના પુત્ર જીયાન્સનો બચાવ થયો હતો. તેમજ એકના એક પુત્રે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી.

સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દેનારા મોરબી જિલ્લાના ઝુલતા પુલ મચ્છુ ડેમમાં રવિવારે એકાએક પુલ તૂટી પડતા 134 લોકોના મોતની નિપજ્યા હતા, ત્યારે હળવદના વતની અને ‌થોડા સમયથી મોરબીના ટાઉનશિપમાં રહેતા હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ અને તેમના ધર્મપત્ની મીરલબેન હાર્દિકભાઈ ફળદુ અને તેનો પાંચ વર્ષનો લાડકવાયો દીકરો જીયાન્સ સહિતના ત્રણેય વ્યક્તિઓ ત્યાં ગયા હતા, ત્યારે રવિવારે સાંજે છ વાગે પતિ પત્ની ત્રણે વ્યક્તિ નીચે ખાબકતા પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ત્યારે પાંચ વર્ષના જીયાન્સનો ચમતકારીક બચાવ થયો હતો. આમ એકનો એક દીકરો માતા પિતાની છત્રછાયા વિહોણો બન્યો હતો. બનાવના પગલે હળવદ શહેરના વેપારીમાં મંડળે હળવદ શહેર અડધો દિવસ બંધ પાળ્યો હતો. હાર્દિકભાઈ અને મીનલબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...