વળતર મુદ્દે હળવદના ખેડૂતો લાલઘૂમ:15 ગામના ખેડૂતના અર્ધનગ્ન થઈ ધરણાં

હળવદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના 15 ગામના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં કચેરી સામે જ ધરણા કરતા તંત્રમાં દોડધામ મચી હતી. - Divya Bhaskar
હળવદના 15 ગામના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં કચેરી સામે જ ધરણા કરતા તંત્રમાં દોડધામ મચી હતી.
  • કચ્છના લાકડિયાથી વડોદરા જતી વીજલાઇનના વળતર મુદ્દે હળવદના ખેડૂતો લાલઘૂમ

હળવદ તાલુકામાંથી કચ્છના લાકડિયાથી વડોદરા જતી વીજલાઈનનું કામ હળવદ તાલુકામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. અવારનવાર ખેડૂતો વળતર મામલે મુખ્યમંત્રી, અન્ય વિભાગમાં રજૂઆત કરેલી છે છતાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર ન આપતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના 15 ગામના ખેડૂતોઓ દ્વારા હળવદ મામલતદાર કચેરી એકઠા થઈ અર્ધનગ્ન હાલતમાં વીજ કંપનીનો સરકારના વિરોધ કરી, વીજ લાઈનની કંપની દ્વારા પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. તેમજ રામધુને કરીને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે આગામી સમયમાં યોગ્ય નિર્ણય અને પૂરતા પ્રમાણમાં વળતરના આપવામાં ‌નહી આવે તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...