ગૌમાતાને સમાધિ:હળવદના ઈશ્વરનગર ગામે વાડીમાં જ ગૌમાતાને સમાધિ અપાઈ

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીમાં 15 વર્ષથી ગાયને ઘરના સભ્યની જેમ રાખી હતી

ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ છે. હળવદ તાલુકાના સુસવાવ ગામના ગૌભકત‌ દ્વારા પોતાની વાડીમાં 15 વર્ષથી વાડીએ રાખીને ગાય માતાને ઘરના સભ્યો જેમ રાખી અને સેવા કરીને પૂજા અર્ચના કરતા હતા. ત્યારે આ ગાય માતા બીમારના કારણે મોતને ભેટતા સમાધિ આપીને ગાય માતાની પૂજા વિધિ કરવાનું નક્કી કર્યું હતું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાના ઈશ્વરનગર ગામે રમેશભાઇ રૈયાણીની વાડી ગાય માતાને અબીલ ગુલાલ સહિત વિધિસર ગૌમાતાની સમાધી અપાઈ હતી. ગૌભક્ત રમેશભાઈ છેલ્લા 15 વર્ષથી ગૌમાતાની સેવા કરતા હતા.

આ ગાય માતાને બકરી ગાય નામ રાખવામાં આવ્યું હતું. આ ગાય માતાને બકરી ગાય તરીકે પોકારતા હતા. બકરી ગાય ઘરના સદસ્યની જેમ રહેતી હતી બકરી ગાયની સેવામાં તેમના 2 દીકરા પણ સેવા કરતા હતા. આ ગાય અમે ઈશ્વર નગર ગૌશાળામાંથી સેવા કરવા માટે વાડીએ રાખતા હતા. ઉંમર થતા અંતિમ શ્વાસ પછી અમે તેને સમાધિ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વાડીમાં સમાધિ આપવામાં આવી ગૌમાતાની સેવા કરવાથી અમે સુખ અને સંપન્ન થયા છીએ તેવું જણાવ્યું હતું. ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

અન્ય સમાચારો પણ છે...