ધમકી:મોરબી જિ.પં.ના પૂર્વ કારોબારી ચેરમેનને ચૂંટણી લડવા મુદ્દે મારી નાખવાની ધમકી

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં ધમકી આપનાર સામે હળવદ પોલીસે ગુનો દાખલ કર્યો

હળવદના સાપકડા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેનને ચૂંટણી નહી લડવા બાબતે એક શખ્સેએ ધમકી આપતા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની તાલુકાના અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે. હાલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે સાપકડા જિલ્લા પંચાયતની સીટના પૂર્વ સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ ભુપતભાઈ રાવલને સાપકડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નહી લડવા તેમ કહી પપ્પુ ઠાકોરએ ફોન પર ધમકી આપી હતી. અને સાપકડા જિલ્લા પંચાયતની ચૂંટણી ન લડતા‌ તેમ કહીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસના બીટ જમાદાર ભરતભાઈ આલ તપાસ ચલાવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...