કાયદેસરની તપાસ:હળવદના રણમાં કેમિકલ ફેક્ટરીઓ સામે વનવિભાગની તપાસ, ગંદા પાણીથી રણના વન્યજીવોને નુકસાન થતું હોવાની રજૂઆત

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા

કચ્છના નાના રણમા ઘુડખર અભ્યારણની હળવદ રેન્જના ટીકર અને કીડી પાસે તાજેતરમાં ઊભી થયેલી કેમિકલ ફેકટરીઓ દ્વારા અભયારણ્યમાં કેમિકલનું પ્રદૂષિત પાણી ઠાલવીને રણમાં વસવાટ કરતા અમૂલ્ય એવા વન્ય જીવોને નુકસાન પહોચાડી રહ્યા છે. આવી ગેરકાયદે અને હિચકારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવાની વિવિધ સામાજિક આગેવાનોની રજૂઆતો અન્વયે ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટે મદદનીશ નાયબ વનસંરક્ષકની લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે વન સંરક્ષક દ્વારા તપાસ હાથ ધરી હતી અને ફેક્ટરી કારખાના માલિકને સામે કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છના રણમાં ઘુડખર અભ્યારણ્યના નેચરલી હેબીટાડ તેમજ આ વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ ફોરેસ્ટમાં અસંખ્ય વન્ય જીવોં અને અહીંના કલ્ચરને આ અહીં પ્રદૂષિત પાણીથી ભારે નુકસાન પહોચી રહ્યું હતું. તે અંગેની પર્યાવરણ પ્રેમી કાર્યકરો સર્વ, ડો,ચતુર ચરમારી, જીતેન્દ્રકુમાર રાઠોડ તેમજ જગદીશભાઈ પરમારે રજૂઆતો બાદ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓએ કેમિકલ વેસ્ટ સેમ્પલ એકઠા કર્યા હતા.

હળવદ તાલુકાના ટીકર, કીડી જોગડ સહિત અનેક જગ્યાએ આવેલા રણમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને સામાજીક આગેવાન ડો. ચતુર ચરમારીએ કેમિકલ વેસ્ટ અટકાવવા માટે પીસીસીએફ ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા. કેમિકલ વેસ્ટના સેમ્પલ તો લઈ લીધા પરંતુ હવે જોવાનું એ રહેશે કે દૂધનું દૂધ થશે કે પછી આમ જ ભીનું સંકેલાઈ જશે.

આ હિચકારી પ્રવૃત્તિને તાત્કાલિક અસરથી અટકાવવા માટે કીડી અને ટીકરના રણમા ટીકર ગામ પાસે આ પ્રદુષિત પાણી છોડતા કેમિકલ ઉદ્યોગકારોએ NOCની કઇ કઇ શરતોનો ભંગ કરવામા આવી રહ્યો છે. એની તપાસ હાથ ધરીને આ એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરવામાં આવતા આ બાબતે હળવદ ઘુડખર અભ્યારણ રેન્જ કચેરી દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 32 અને 27 મુજબ FOR નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...